ખીલો ખોદતા ખાણ જો મળે ઝવેરાતની, તો નિરાંતે તારી ભક્તિ કરું શામળા | ભલું થયું ભાંગી જંજાળ, નવી નક્કોર દેશે શ્રીગોપાળ | જે તુજથી ના થઈ શકે એ જ કરાવ પ્રભુ પાસે, પાણિયારું પ્રભુ ભરશે નહિ ભરશે નદી તળાવ

Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

ChatGPT કઈ રીતે કામ કરે છે?

—

તમે ChatGPT ને પ્રશ્ન પૂછો છો અને તે તરત જ જવાબ આપી દે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અંદર ખરેખર શું થાય છે? ઘણા લોકો માને છે કે ChatGPT એક વિશાળ જ્ઞાનકોશ છે — જેમાં દરેક પ્રશ્નનો જવાબ પહેલેથી ભરેલો છે. જ્યારે તમે પ્રશ્ન પૂછો, ત્યારે તે યોગ્ય ખાનું ખોલીને જવાબ કાઢી આપે છે.

પણ સાચી વાત એથી ઘણી અલગ છે. ChatGPT પાસે કોઈ જવાબોની યાદી નથી. તે દરેક જવાબ ત્યારે જ, ત્યાં જ, શબ્દ-દર-શબ્દ બનાવે છે.

આ લેખમાં આપણે સમજીશું કે આ ખરેખર કેવી રીતે થાય છે સાદી ભાષામાં ટેકનિકલ પળોજણમાં નહીં પડીએ.

ચાલો એક ઉદાહરણથી શરૂઆત કરીએ. જ્યારે તમે ChatGPT માં લખો છો કે,

"France ની રાજધાની શું છે?" ત્યારે ChatGPT ને આ "પ્રશ્ન" દેખાતો નથી. તેને ફક્ત આ શબ્દો દેખાય છે:

France / ની / રાજધાની / શું / છે / ?

અને પછી તે પોતાને પૂછે છે: "આ શબ્દો પછી સૌથી સંભવિત આગળનો શબ્દ કયો હશે?" તે અનુમાન કરે છે: "The" આ ઉપરથી હવે શબ્દોની શ્રેણી બની:

France / ની / રાજધાની / શું / છે / ? / The

ફરી પૂછે છે: "હવે આગળનો શબ્દ?" પાછું અનુમાન કર્યું કે સંભવિત શબ્દ હશે: "capital".

France / ની / રાજધાની / શું / છે / ? / The / capital

અને અંતે બને છે:

"The capital of France is Paris."

બસ, આટલું જ.ChatGPT એ ક્યાંય નક્કી નથી કર્યું કે "મારે આ પ્રશ્નનો જવાબ આપવો છે." તેણે ફક્ત શબ્દ પર શબ્દ જોડ્યા — અને પરિણામ જવાબ જેવું લાગ્યું.

જો તમને પ્રશ્ન થાય કે આ રીતે જવાબ સાચો કેવી રીતે આવે તો એનો જવાબ છે - તાલીમ. ChatGPT ને ઈન્ટરનેટના અબજો લખાણ પર તાલીમ આપવામાં આવી છે. એ લખાણમાં અસંખ્ય વાર એવું બન્યું છે કે: રશ્ન પછી → જવાબ આવ્યો. તેથી જ્યારે મોડેલને પ્રશ્ન દેખાય, ત્યારે તેના માટે "સૌથી સંભવિત આગળનો ભાગ" જવાબ જ હોય છે.

તમને દેખાય છે: એક પ્રશ્ન, પછી એક જવાબ મોડેલને દેખાય છે: શબ્દોની એક લાંબી શ્રેણી, જે તેને ફક્ત લંબાવવાની છે. તમને લાગે છે કે તેણે "જવાબ આપ્યો." પણ ખરેખર તેણે ફક્ત "લખાણ ચાલુ રાખ્યું છે".

તમારા ફોનમાં જે autocomplete છે તે યાદ છે?

તમે લખો: "હું ઘરે જાઉં..."

ફોન સૂચવે: "...છું"

બસ, ChatGPT એ જ autocomplete છે — પણ:

  • તમારા ફોન કરતાં લાખો ગણું વધુ તાલીમ પામેલું
  • સેકન્ડના લાખો શબ્દો ની ઝડપે ચાલે છે
  • આખું ઈન્ટરનેટ વાંચી ચૂક્યું છે

એટલે જ તમારો ફોન "છું" સૂચવે છે, જ્યારે ChatGPT આખો નિબંધ લખી નાખે છે. સિદ્ધાંત એક જ છે — ફક્ત સ્કેલ વિશાળ છે.

અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે કે, ChatGPT અર્થ સમજતું નથી. તે ફક્ત એ જાણે છે કે "આ શબ્દો પછી, સામાન્ય રીતે આ શબ્દો આવે છે."

એટલે જ તે:

  • ખોટી માહિતી પણ આત્મવિશ્વાસથી કહી શકે
  • વિરોધાભાસી વાતો કરી શકે
  • નકલી તથ્યો (references, તારીખો, નામ) બનાવી શકે

કારણ સાદું છે: તે "સંભવિત શબ્દો" જોડે છે, "સાચા શબ્દો" નહીં. મોટા ભાગે સંભવિત અને સાચું એક જ હોય છે — તેથી જવાબ સાચો આવે છે. પણ જ્યાં સંભવિત અને સાચું અલગ પડે, ત્યાં તે ભૂલ કરે છે. આ ઘટનાને "hallucination" (ભ્રમ) કહેવાય છે.

ChatGPTઆટલું ઉપયોગી એટલા માટે છે કે, એ autocomplete અદ્ભુત રીતે કરી જાણે છે. કેમ કે, તેણે તે લાખો લેખો, પુસ્તકો, સંવાદોમાંથી શીખ્યું છે

તેથી તેનું "સૌથી સંભવિત આગળનું" ઘણી વાર ખરેખર ઉપયોગી નીકળે છે. લખવામાં, સમજાવવામાં, અનુવાદ કરવામાં, વિચારો ગોઠવવામાં — તે મદદરૂપ થાય છે.


સાહિત્યિક કાર્યક્રમો

  • તા. ૦૨-૧૮ ઓક્ટોબર ૨૦૨૬ - ગાંધી પુસ્તક મહોત્સવ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • તા. ૨૧-૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - સંસ્કૃત વાગ્માધુરી ૨૦૨૬, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિસદ, આશ્રમ રોડ, અમદાવાદ.
  • તા. ૨૪–૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ
  • વધુ માહિતી માટે...

વર્ગીકૃત

કડીઓ

સૂચિત લેખો

ચોપડીઓ

જોયેલ