મનની વિટંબણાઓ

August 01, 2026
આગળના લેખમાં આપણે ધનની અચોક્કસતા અને એના નિવારણના ઉપાયો વિષે વાત કરી આ લેખમાં આપણે મનની વિટંબણાઓ (તન, મન, અને ધનમાંથી મન) વિષે વાત કરીશું.

મનનો એક માત્ર ધ્યેય આત્માને આનંદ આપવાનો છે. પણ, આત્મા હજુ ઓળખાયો નથી. શરીરને જ મન આત્મા/સ્વામી મને છે. આથી, મન શરીરને આનંદ આપવાનો પ્રયત્ન કરે છે. એમાં મન સારું/ખરાબ નથી જોતું. આથી ઘણીવાર આનંદ પછી આપણે ઉદ્વેગ પામીએ છીએ. જેમકે, સમોસા ખાવાથી શરીરને આનંદ મળે છે, એટલે ખાતા તો ખાઈ લેવાય છે, પણ પછી બુદ્ધિથી ખબર પડે છે, કે આનાથી હવે ચરબી વધશે, તળેલું તેલ નુકસાન કરશે એટલે આપણે ઉદ્વેગ પામીએ છીએ.

વિટંબણા ત્યારે ઉત્પન્ન થાય છે, જયારે બુદ્ધિથી આપણને ખબર છે, કે આ બરોબર નથી છતાં મન એ શરીરને આનંદ આપવા કરે છે. ઉપાય મુશ્કેલ છે - પણ અશક્ય નથી. ઉપાયમાં 

1. મનનો પ્રાણ શ્વાસોશ્વાસ છે, જો એના પર કાબુ રાખવામાં આવે તો મન પર પણ કાબુ રાખી શકાય છે.
a. પ્રાણાયામથી થઇ શકે પણ એના માટે સમય કાઢવો પડે. સવારે ચાલવામાં અથવા પૂજા વખતે (જો પૂજા ના કરતાં હોય તો કરો!). શરૂઆત 5 મિનિટથી કરવી અને પછી વધારતા 1.5 કલાક સુધી લઇ જવું. અને સમગ્ર જીવન જ પ્રાણાયામ થઇ જાય એવું કરવું.
b. શ્વાસોશ્વાસ ઉપર નજર રાખવી. સતત નજર રાખવી જેથી શરૂઆતના તબક્કામાં ચુકી ના જવાય.
c. હાથમાં કાંઈક એવું પહેરવું કે જે યાદ આપાવે કે આ પ્રક્રિયા ચાલુ જ છે જ્યાં સુધી એ આદત ના થઇ જાય.
2. પોતાને મનથી અલગ કરી દેવું અને તટસ્થ ભાવે એને વિચરણ કરવા દેવો અને એનું નિરીક્ષણ કરવું. મનને બળ આ શરીરથી મળે છે. જો એને શરીરથી દૂર કરવામાં આવે તો એનું બળ જતું રહશે એટલે શાંત થશે.

અહીં એ ખાસ યાદ રાખવાનું કે, જયારે મન ને ખબર પડશે કે એના પર  નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે અથવાતો એનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એટલે મન ચોક્કસથી બળવો કરશે. ગભરાવું નહિ, પ્રયાસ ચાલુ રાખવા.