ડોકટરનું કામ દરદીનો રોગ કાયમને માટે દૂર કરવાનું છે. છતાં મોટા ભાગના કિસ્સામાં આવું બનતું નથી. કેટલીક વાર દવાઓ રોગને દબાવી રાખે છે. આમાં જ્ઞાનતંતુઓને નબળા બનાવી દેવાથી દુખાવો કે રોગનો સંદેશો મગજ સુધી પહોંચતો નથી. તેથી શરીરમાં રોગ હોવા છતાં રોગ અથવા દુખાવો કાયમનું ઘર કરી શરીરમાં રહે છે. દરદીને આ બાબતની કશી જાણકારી કે સંદેશો મળતો નથી.
કેટલાક દરદીઓના કિસ્સામાં રોગ જેમ જેમ જૂનો થતો જાય છે. તેમ તેમ કાયમનું ઘર બનાવી શરીરમાં જ રહી જાય છે.