हकारः कीर्तितः सूर्यः ठकारश्चन्द्र उच्यते।
सूर्याचन्द्रमसोर्योगाद्धठयोगो निगद्यते॥
~ सिद्धसिद्धान्तपद्धति, ગોરખનાથ
હ વર્ણ સૂર્ય તરીકે ઓળખાય છે, ઠ વર્ણ ચંદ્ર ઓળખાય છે. આ સૂર્ય અને ચંદ્રનો યોગ-સમન્વય થવાને લીધે હઠયોગ કહેવાય છે.
ત્રણ નાડીઓ ઈડા નાડી ચંદ્રનાડી તરીકે ઓળખાય છે, જયારે પિંગળાનાડી સૂર્યનાડી તરીકે ઓળખાય છે. આ બંનેનું મિલન એટલે કુંડલિની જાગરણ.
ચાર પ્રકારના યોગમાં હઠયોગ બીજા પ્રકારે આવે છે.
मन्त्रयोगो लयश्चैव हठयोगस्तृतीयकः ।
चतुर्थो राजयोगः स्यात् स द्विधा परिकीर्तितः ॥
~ શિવ સંહિતા
મંત્રયોગ, હઠયોગ, લયયોગ, અને ચોથો દ્વેત વગરનો રાજયોગ એમ ચારયોગ છે.
No comments:
Post a Comment