જ્યોતિષશાસ્ત્ર

 હું કોઈ વેપારી કે વેચવાવાળો નથી કે તમને હું મનાવાની કોશિશ કરું કે તમે જ્યોતિષવિદ્યા શીખો. હું ધારી જ લઉં છું કે તમને જ્યોતિષવિદ્યામાં રસ છે. તદુપરાંત, હું તમને એ પણ બાબતમાં મનાવાની તસ્દી નથી લેતો કે જ્યોતિષવિદ્યા સાચી છે અને એનાથી તમે ભવિષ્ય ભાખી શકો છો. હું જ્યોતિષશાસ્ત્રને એક રસના વિષય તરીકે જોવું છું. મને બહુ રોમાંચિત લાગે છે જયારે હું આકાશના ગ્રહોને કુંડલીના કોષ્ટકમાં ગોઠવું છું. મને એક ઝણઝણાટનો અનુભવ થાય છે, જયારે મને ગ્રહોની ચાલ વાંચતા ખબર પડે છે કે શનિએ પોતાનું સ્થાન બદલ્યું છે મને મદદરૂપ થવા કે પછી મંગળ ગ્રહ મારી પાછળ પડ્યો છે.

જ્યોતિષશાસ્ત્રને વિજ્ઞાન રૂપે જોવામાં આવેતો એનો પદ્ધતિસરનો અભ્યાસ કરીને શીખી શકાય છે. જેમ વિજ્ઞાનમાં અણુ, પરમાણુ, આવર્ત કોષ્ટકથી શરૂઆત કરવી પડે તેમ જ્યોતિષમાં ગ્રહ, રાશિ, નક્ષત્ર, વગેરેથી શરૂઆત કરવી પડે.

તો આ લેખને એક સ્વતંત્ર લેખ રૂપે ના જોતા જ્યોતિષશાસ્ત્ર પરની લેખોની શ્રેણી ની પ્રસ્થાવના રૂપે જોવું અને નીચે જેમ જેમ શ્રેણીમાં નવા લેખો ઉમેરાતા જશે તેમ તેમ એની કળીઓ અનુક્રમે ઉમેરાતી જશે.


---