ખીલો ખોદતા ખાણ જો મળે ઝવેરાતની, તો નિરાંતે તારી ભક્તિ કરું શામળા | ભલું થયું ભાંગી જંજાળ, નવી નક્કોર દેશે શ્રીગોપાળ | જે તુજથી ના થઈ શકે એ જ કરાવ પ્રભુ પાસે, પાણિયારું પ્રભુ ભરશે નહિ ભરશે નદી તળાવ

Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

Showing posts with label શબ્દ. Show all posts

સંસ્કૃતમાં च પોસ્ટફિક્સ નોટેશનમાં લખાય છે

—

કોમ્પ્યુટર વિજ્ઞાનમાં અલગ અલગ નોટેશન આવે છે - પ્રિફીક્સ, ઇનફીક્સ, અને પોસ્ટફિક્સ.

3 + 4

અહીં + કારક(=operator) છે જયારે સંખ્યા 3 અને 4 સંકાર્ય છે. કારક સંખ્યાની વચ્ચે લખાય છે એટલે એને મધ્યપ્રત્યય(=ઇનફીક્સ/infix) નોટેશન કહેવાય છે. આ નોટેશન ઘણું પ્રચલિત છે એટલે તમને આ બધે જોવા મળશે. ખાસ કરીને ગણિતમાં.

જો કારકને સંખ્યાની શરૂઆતમાં લખવામાં આવે તો એને પૂર્વપ્રત્યય(=પ્રિફીક્સ/prefix) નોટેશન કહેવાય છે. જેમ કે,

+ 3 4

આમતો આ નોટેશન ખાસ પ્રચલિત નથી, પણ લિસ્પ(=lisp) પ્રોગ્રામિંગ ભાષામાં આ ખુબ જ વપરાય છે, સંપૂર્ણ ભાષા પૂર્વપ્રત્યય નોટેશનમાં છે અને એમાં કૌંસનો બહુ ઉપયોગ થાય છે - (+ 3 4).

અને છેલ્લે આવે છે, ઉત્તરપ્રત્યય(=પોસ્ટફીક્સ/postfix). જેમાં કારક છેલ્લે લખાય છે, અને સંખ્યા પહેલા લખાય છે. જેમ કે,

3 4 +

આ નોટેશન પ્રચલિત નથી. પણ સંસ્કૃતમાં જયારે બે શબ્દો વચ્ચે અને(=and) વાપરવાનું હોય ત્યારે च(=અને) શબ્દોના અંતમાં આવે છે.

જેમ કે, ગુજરાતીમાં આપણે લખીશું/બોલીશું:

રામ અને કૃષ્ણ.

જયારે એ સંસ્કૃતમાં આ લખાશે/બોલશે:

रामः कृष्णः च |

તમે કહેશો કે આ શું? આમાં તો બધું ભેગું કર્યું - ગુજરાતી, કોમ્પ્યુટર વિજ્ઞાન અને એની ભાષા, અને સંસ્કૃત.

તો આજ ફાયદો છે, એક કરતાં વધુ વિશે જાણવાનો. તમે ગમે ત્યારે જોઈએ એ પ્રમાણે મિશ્રણ કરી શકો છે, કેમ કે તમને આવડે છે!


આજનો શબ્દ: નવેણ

—

નવેણના ઘણા બધા અર્થો છે, પણ એમનો એક અર્થ છે - જ્યાં નાહ્યા ધોયા વગર જઈ ન શકાય એવી જગ્યા. તો તમે પૂજા ઘરને અથવાતો મંદિરને પણ નવેણ કહી શકો. પણ, આ શબ્દ રસોડા સાથે વધુ વપરાય છે. તો તમે રસોડાને બદલે એને નવેણ પણ કહી શકો.


આજનો શબ્દ: ઊંટવૈદું

—

એક ગામમાં એક ઊંટ માંદું પડ્યું. ઘરડા લોકોએ ભેગા થઈને તપાસ કરી, તો તેના ગળામાં કશાકનો ડૂચો ભરાયો હતો તેથી તે ગૂગળાતું હતું એવું જણાયું, એટલે એક શાણા માણસે એના પેટમાં જેરથી લાત મારી. લાત વાગતાં ઊંટ ચમક્યું, ને પેલો ડૂચો ફટ દઈને નીકળી ગયો, ને ઊંટ સારું થઈ ગયું.

આ બનાવ ત્યાં ઊભેલા એક ભાઈને જોવામાં આવ્યો. એ વૈદું કરતા હતા. ગૂંગળામણનો આ સીધો ને સાદો ઈલાજ તરત એના ધ્યાનમાં બેસી ગયો. એક દિવસ એને ત્યાં એક ડોશી આવી. એને ગળામાં કફ ભરાઈ ગયો હતો. તેથી શ્વાસ લેવાતો નહતો. પેલા મુરખ માણસને ઊંટવાળો કિસ્સો યાદ આવ્યો કે પેટમાં લાત મારવાથી ઊંટ સાજું થઈ ગયું હતો, એટલે એણે આ ડોશીની બાબતમાં પણ એ જ ઇલાજ અજમાવ્યો, ને ડોશીના પેટમાં જોરથી પાટુ માર્યું.

ડોશી ત્યાં ને ત્યાં મરી ગઈ લોકો ભેગા થઈ ગયા, ને ડોશીને લાત મારવાનું કારણ પૂછતાં "વૈદરાજે" ઊંટનો દાખલો આપ્યો.

તે ઉપરથી, અનાડી વૈદ, અથવા પોતે નહિ જાણતો હોય તેવો ધંધો કરનારને "ઊંટવૈદ" કહેવામાં આવે છે.

~ કહેવત-કથાનકો પુસ્તકમાંથી, લેખક સ્વામી શ્રી પ્રણવતીર્થજી


Subscribe to: Posts (Atom)