ફ્રાન્સમાં ફ્રિજ પર સાઈબર હુમલો
તારીખ ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ ની રાત્રે ફ્રાન્સમાં સેંકડો સુપરમાર્કેટ પર મોટો સાઈબર હુમલો થયો છે, જેના કારણે ફ્રિજ અને ફ્રીઝરના તાપમાનમાં અચાનક વધારો થયો છે. હેકર્સે ફ્રિજ અને ફ્રીઝરનું તાપમાન વધારીને ૫૦° સેલ્સિયસ સુધી કરી દીધું હતું, જેના લીધે નાની આગના બનાવો બન્યા અને લાખો યુરોની તાજી તેમજ ફ્રોઝન (બરફવાળી) ખાદ્યસામગ્રી બગડી ગઈ.
Intermarché, Coopérative U, Carrefour, Monoprix અને E. Leclerc સહિત ૪૦૦થી વધુ સુપરમાર્કેટ આનાથી પ્રભાવિત થયા છે. આના પર વધુ તપાસ ચાલી રહી છે પણ હાલ એટલી વાત બહાર આવી છે કે, ડેનિશ કંપની Danfoss ના (AK-SM 800A કંટ્રોલર જેવા) જૂના અને સૉફ્ટવેર અપડેટ વિનાના રેફ્રિજરેશન સિસ્ટમ્સની નબળાઈનો હેકર્સે લાભ લઈને આ સાઈબર હુમલો કરવામાં આવ્યો હોવાનું મનાય છે.
જાનહાનિ નથી થઈ એમ ગણી આને સામા્નયમાં નાં ખપાવી શકાય કેમ કે, આફતના સમયમાં જો ખાદ્યસામગ્રી આ રીતે સાચવીને રાખવામાં આવી હોય અને આમ સાયબર હુમલાથી એને નુકસાન કરવામાં આવે તો આફત વધુ વિકરાળ બને અને વિનાશ નોતરે.