ખીલો ખોદતા ખાણ જો મળે ઝવેરાતની, તો નિરાંતે તારી ભક્તિ કરું શામળા | ભલું થયું ભાંગી જંજાળ, નવી નક્કોર દેશે શ્રીગોપાળ | જે તુજથી ના થઈ શકે એ જ કરાવ પ્રભુ પાસે, પાણિયારું પ્રભુ ભરશે નહિ ભરશે નદી તળાવ

Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

Daemon

—

કોમ્પ્યુટરમાં પ્રોસેસ(=process) શબ્દ આવે છે. જેનો મતલબ સરળ ભાષામાં કહીએતો એવો સોફ્ટવેર જે સતત પડદા પાછળ(=background) ચાલતો હોય અને જેને માણસના હસ્તક્ષેપ/દખલ જરૂર ના પડે. ઉદાહરણ રૂપે, mysqld, systemd, sshd, વગેરે.

આ દરેક પ્રોસેસની નામ પાછળ 'd' લાગે છે, જેનો મતલબ daemon(=ડિમન) થાય છે. આ શબ્દને સમાંતર એક બીજી શબ્દ પણ અંગ્રેજીમાં છે અને એ છે demon(=ડિમન) એટલે દૈત્ય થાય છે. આ શબ્દ ગ્રીક શબ્દ daimon(=ડિમોન) પરથી ઉતરી આવેલ છે, જેનો મતલબ અલૌકિક અને દૈત્ય તો ના કહી શકાય પણ એની હારનો મતલબ થાય છે. તો શું કોમ્પ્યુટરમાં પ્રોસેસ બધી દૈત્ય છે, અને સતત ચાલુ રહીને કાંડ કરે છે. તો કે, ના એવું નથી.

આ 'd' એટલે કે ડિમનનો મતલબ જ થાય છે કે, સતત માણસના હસ્તક્ષેપ વગર કામ કરતુ પ્રાણી. અહીં એ પ્રોસેસ છે એટલે આપણે એને પ્રોસેસ ડિમન કહી છે અને એ સોફ્ટવેરના નામ પાછળ 'd' લગાડીએ છીએ. આ ડિમન શબ્દ મેક્સવેલના ડિમન(=demon) પરથી આવેલો છે. મેક્સવેલએ એક કલ્પનાત્મક પ્રયોગ રજુ કર્યો. આ પ્રયોગમાં એને એક એવા બુદ્ધિશાળી પ્રાણીની વાત કરી જે અણુઓની ગતિ જોવી એને એક અથવા બીજા બોક્સમાં જવા દે. આ કામ એને સતત કરતા રહેવનું, મેક્સવેલના હસ્તક્ષેપ વગર. તો અહીં એક કલ્પનાત્મક પ્રાણી સતત ક્રિયા કરતુ રહે, એક સહાયકના રૂપમાં. એવુ જ કામ આ બધી પ્રોસેસનું છે આથી આ બધી પ્રોસેસને ડિમન નામ આપવામાં આવ્યું.

એવું સાંભળવામાં આવ્યું છે (અને ખોટું પણ હોઈ શકે) કે મેલી વિદ્યામાં જે તે વ્યક્તિ ઝોળિયું-ઝાપટિયું કોઈની પાછળ એને હાનિ પહોંચાડવા મોકલે. એ પણ સતત પોતાનું કામ (બીજાને હાનિ પોહાચાડવાનું) કરતુ રહે એને પણ હસ્તક્ષેપની જરૂર ના પડે. તો આ ઝોળિયું-ઝાપટિયું પણ daemon(=ડિમન) જ થયુંને?!


સાહિત્યિક કાર્યક્રમો

  • તા. ૦૨-૧૮ ઓક્ટોબર ૨૦૨૬ - ગાંધી પુસ્તક મહોત્સવ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • તા. ૨૧-૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - સંસ્કૃત વાગ્માધુરી 2026, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિસદ, આશ્રમ રોડ, અમદાવાદ.
  • તા. ૨૪–૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ
  • વધુ માહિતી માટે...

વર્ગીકૃત

કડીઓ

સૂચિત લેખો

ચોપડીઓ

જોયેલ