ચમત્કારિક સિદ્ધિ અને ભક્તિ
તેમણે [નાનાભાઈ] શ્રીમન્ નથુરામ શર્મા પાસે યોગ સાધેલો, અને કહેવાતું કે કાંઇક સિધ્ધિ પણ મેળવેલી. એક વાર મેં એમને ચમત્કારો વિષે પૂછયું ત્યારે કહે ‘ચમત્કારો નથી એવું ન કહેવાય, પણ તેનું મહત્વ શું ? માણસને ગોળીથી ઘાયલ કરો કે મૂઠ મારીને ઘાયલ કરો, તેમાં ફેર શું ? મારામારી માટે એક નવું શસ્ત્ર ઉમેર્યું. મૂળ વાત ચિત્તશિદ્ધિ અને ચિત્તના ઊર્વીકરણની છે. તે તો આવા યોગ વિના પણ થઈ શકે. બાપુએ મને એક વાર પ્રાણાયામ શીખવવા કહેલું, ત્યારે મેં તેમને લખ્યું કે આ પ્રાણાયામ વગેરે તો અમારા જેવાની ભટકતી ચિત્તવૃત્તિને ઠેકાણે લાવવા માટે છે. આપ તો માળા હાથમાં લ્યો અને ચિત્ત એકાગ્ર થઈ જાય; રામમય બની જાય ! ત્યાં યોગનું કામ શું ? આપણા ગામડિયા સંતોએ ભક્તિની વાત કરી યોગને પરાજિત કરેલ છે.'
~ 'સદ્ ભિઃ સંગઃ' પુસ્તકમાંથી, મનુભાઈ પંચોળી "દર્શક"
---
જ્યોતિષશાસ્ત્ર: રાશિ
રાશિની સંખ્યા કુલ બાર છે, જે નીચે પ્રમાણે છે.
૧. મેષ
૨. વૃષભ
૩. મિથુન
૪. કર્ક
૫. સિંહ
૬. કન્યા
૭. તુલા
૮. વૃશ્ચિક
૯. ધન
૧૦. મકર
૧૧. કુંભ
૧૨. મીન
અહીં
આ રાશિઓનો ક્રમ અગત્યનો છે. મિથુન રાશિનો ક્રમ ૩ છે, તો તુલા રાશિનો
ક્રમ ૭ છે અને મીન રાશિનો ક્રમ ૧૨ છે. આ ક્રમ હંમેશા અફર રહેશે અને
કુંડલીમાં રાશિઓ આ ક્રમ પ્રમાણે જ ગોઠવવાંમાં આવે છે. થોડો સમય કાઢી આ
ક્રમમાં રાશિઓ ને યાદ કરી લેવી.
કુંડળી દોરવાં માટે સૌ પ્રથમ ભગવાન ગણેશનું નામ લઇ એક લંબચોરસ બનાવો.

હવે એમાં બે આડા લીટા તાણો.

હવે એમાં હીરા આકારના ચતુષ્કોણ બનાવો.
આ થઈ કુંડલી અથવાતો અંતરિક્ષનું કાગળ પર બાર વિભાગમાં ચિત્રણ. ગણી જુઓ બાર ચોસલા પડતાં હશે, દરેક રાશિ માટે એક. હવે હું આ ખાનાઓ માં ક્રમ (૧ થી ૧૨) મુકું છું. ધ્યાનથી જોજો આ ક્રમને, કેમકે ક્રમ પણ અહીં અગત્યનો છે અને બદલાવો ના જોઈએ.












ફરીથી કહેવાનું કે આ ક્રમ અગત્યનો છે માટે યાદ રાખવો જરૂરી બને છે. આ ક્રમ ઘડિયાળના કાંટા ની વિરુદ્ધ દિશામાં છે.
માની
લો, કે કોઈ વ્યક્તિનાં જન્મ સમયની રાશિ મિથુન છે, તો મિથુન રાશિ પ્રથમ
ખાનાંમાં આવશે. બીજા ખાનામાં અથવાતો સ્થાને રાશિના ક્રમ અનુસાર કર્ક રાશિ
આવશે. જયારે ત્રીજા સ્થાને સિંહ રાશિ એમ અનુક્રમે આવશે.

ચાલો તો આ ક્રમ પ્રમાણે બીજી રાશિઓને પણ સ્થાનમાં ગોઠવીએ.



પણ
ગ્રહોનું એવું નથી. ગ્રહો આ પ્રમાણે અનુક્રમે નહિ આવે. એતો જન્મ સમયે જેતે
સ્થાન પર હશે એ પ્રમાણે આવશે. તેનાં વિષે આગળ વાતો કરીશું પણ એની પહેલાં
ગ્રહો જાણી લઈએ. નીચે આપેલાં ગ્રહો કુંડલીમાં સ્થાન ધરાવે છે.
સૂર્ય
ચંદ્ર
મંગળ
બુધ
ગુરુ
શુક્ર
શનિ
રાહુ
કેતુ
રાહુ
અને કેતુ પિંડ ગ્રહો નથી મતલબ કે એનું ભૌતિક અસ્તિત્વ નથી જેમ સૂર્ય, મંગળ
કે ગુરુનું છે પણ આ બંને ગ્રહો છાયા ગ્રહો છે અને બંનેનું સ્થાન
જ્યોતિષમાં છે.
તો હવે આ લેખને અહીંયા રાખીએ. મળીએ આવતાં લેખમાં.
---
તમારી ઓનલાઇન પ્રવૃત્તિઓને વધુ ગોપનીય બનાવો
- સર્ચ એન્જિનને બદલો. જેમ કે, ડકડકગો(=DuckDuckGo)
- HTTPS-Only Mode ને ચાલુ કરો. (Settings > Privacy & Security > HTTPS-Only Mode વિભાગમાં “Enable HTTPS-Only Mode in all windows” વિકલ્પને પસંદ કરો).
- દૂરમાપન(=Telemetry)ને અક્ષમ કરો. ફાયરફોક્સ પોતે પણ પોતાની સેવાઓને વધુ સારી બનાવવા કેટલીક માહિતીઓ સાચવે છે અને જરૂર પડ્યે મોકલે પણ છે. એને પણ બંધ કરો. ( Settings > Privacy & Security > Firefox Data Collection and Use વિભાગમાં આપેલા બધા વિકલ્પો ના પસંદ કરો).
- નજર રાખવાની ક્ષમતાને વધુ નબળી બનાવો: (Settings > Privacy & Security > Enhanced Tracking Protection વિભાગમાં Strict વિકલ્પને પસંદ કરો). આનાથી તમારા પર નજર રાખતી વેબસાઈટની ક્ષમતા નબળી પડશે. જો તમને એવું લાગે કે આનાથી વેબસાઈટ ચાલતી બંધ થઇ જાય છે તો થોડા સમય માટે આ વિકલ્પ ને બંધ કરી શકો છો (જો એવું થાય તો તમે સમજી શકો છો વેબસાઈટ કઈ હદે તમારાં પર નજર રાખતી હશે કે 'strict' વિકલ્પ પસંદ કરતાં વેબસાઈટ ચાલતી જ બંધ થઇ ગઈ).
- uBlock Origin
- ClearURLs
- Privacy Badger
---
પ્રોગ્રામિંગ શીખો

તમને કંઈક વિચાર આવ્યો અને આ વિચાર તમારે તમારા મિત્રને કહેવો છે.
કઈ રીતે એ વિચાર કહેશો? કહીને અથવા તો ભાષાનો ઉપયોગ કરીને.

અહીં “ભાષા” જે તમને બંનેને આવડતી હોય એ તમારા બંને વચ્ચેનું માધ્યમ છે, વિચારોની આપલે કરવાનું, વાત કરવાનું.
એજ રીતે તમારી પાસે વિચાર છે અને એ વિચાર તમારે કોમ્પ્યુટરને કહેવો છે, તો તમારે એ ભાષાનો ઉપયોગ કરવો પડશે જે તમને અને કોમ્પ્યુટરને બંનેને આવડતી હોય. આમ જોવા જાવ તો કોમ્પ્યુટરને ફક્ત એક જ ભાષા આવડે છે અને એ છે યંત્ર ભાષા(=machine language). પણ હાલ એમાં ઊંડા ન ઉતરતા એમ ધારી લઈએ છીએ કે કોમ્પ્યુટરને યંત્ર ભાષા ઉપરાંત પણ બીજી ઘણી ભાષાઓ આવડે છે.
કોમ્પ્યુટરની
સાથે આપણે બોલીને કે વાતચીત કરીને આપણા વિચારો વ્યક્ત નથી કરી શકતા. એના
બદલે પદ્ધતિસર લખીને આપણે કોમ્પ્યુટરની સાથે વિચારોની આપલે કરીએ છીએ. આ
પદ્ધતિસરના લખાણને પ્રોગ્રામ્સ(=programs) કહે છે, આથી કોમ્પ્યુટરની ભાષાને
ફક્ત ભાષા ના કહેતા પ્રોગ્રામિંગ ભાષા કહેવાય છે. ઘણી બધી પ્રોગ્રામિંગ
ભાષાઓ છે, જેમાંની એક છે, પાયથોન(=Python) અજગર પ્રોગ્રામિંગ ભાષા.
તો જો તમારે તમારા વિચારને કોમ્પ્યુટરને કાંઈ કહેવું હોય તો એને પાયથોન પ્રોગ્રામિંગ ભાષામાં લખીને કહેવું પડશે.
હવે આપણે પાછા એ વિષય પર આવીએ કે કોમ્પ્યુટરને ફક્ત યંત્ર ભાષા જ આવડે છે, તો પાયથોન ભાષા કઈ રીતે સમજશે? કોમ્પ્યુટરને પાયથોન ભાષા સમજવા માટે આપણે આપણા કોમ્પ્યુટરમાં એક સોફ્ટવેર નાખીશું જેને પાયથોન ઇન્ટરપ્રીટર(=interpreter, અર્થાત દુભાષિયો સોફ્ટવેર) કહે છે જે પાયથોન ભાષાને યંત્ર ભાષામાં રૂપાંતરિત કરશે જેથી કોમ્પ્યુટર પાયથોન સમજી શકે.

એટલે
આપણે આપણા વિચારોને પાયથોન પ્રોગ્રામ્સમાં લખીશું અને આ દુભાષિયા
સોફ્ટવેરને આપીશું, જે એને યંત્ર ભાષામાં રૂપાંતરિત કરીને કોમ્પ્યુટરને
આપણા વિચારો કહે શકે.
તમને અહીં પ્રશ્ન એ પણ થાય કે વચ્ચે પાયથોન
ભાષાને લાવવાની શું જરૂર છે, સીધી યંત્ર ભાષા કેમ નથી વાપરતા? તો એનું કારણ
છે કે યંત્ર ભાષા બહુ જટિલ ભાષા છે અને એમાં આપણા વિચારો વ્યક્ત કરવા બહુ
એટલે બહુ જ મુશ્કેલ છે. આથી આપણે પાયથોનનો ઉપયોગ કરીશું અને વિચારોને
વ્યક્ત કરવા માટે આપણે પાયથોન શીખીશુ.
પાયથોન ભાષા માટે આપણે વાત થઇ એ પ્રમાણે પાયથોનનો સોફ્ટવેર નાખવો પડશે જે એની વેબસાઈટ http://python.org
પરથી મળી જશે. કોઈ જાણકાર વ્યક્તિની મદદ લઇને આ સોફ્ટવેર નાખી દો તમારા
કોમ્પ્યુટરમાં. આવતા લેખમાં આપણે આ સોફ્ટવેર/દુભાષિયાનો ઉપયોગ કરીશું અને
કંઈક લખીશું પાયથોનમાં. મળીએ તો આવતા લેખમાં, પણ નીચે આપેલ
ઘરકામ(=homework) કરવાનું ભૂલતા નહિ!
ઘરકામ: જાણકાર વ્યક્તિને પૂછો
કે પાયથોનનો સોફ્ટવેર કોમ્પ્યુટરમાં બરોબર નંખાય ગયો છે કે કઈ રીતે ચકાસી
શકાય? અને બીજા કયાં સોફ્ટવેર જોશે લખવાં માટે?
---
ઊના પાણીથી સ્નાન
માથા સિવાયના શરીરના બીજા ભાગ પર ઊનું પાણી રેડીને નાહવાથી બળ આવે છે, પણ માથા પર ગરમ પાણી રેડવાથી વાળ અને આંખોનું બળ નાશ પામે છે.
~ અષ્ટાંગ હૃદયમાંથી
---
ત્રિગુણાતીત પુરુષ વિશે
ત્રિગુણાતીત પુરુષની જીવનપદ્ધતિ અનોખી હોય છે. તેના વર્તનનાં ધારાધોરણો, રીતરસમો વગેરે સંસારી જીવોને ન સમજાય તેવાં હોય છે. લોકોત્તર સિદ્ધ પુરુષોનો વ્યવહાર બાળક, મૂઢ, ઉન્મત્ત કે પિશાચ સમાન હોઈ શકે છે.
उन्मत्तवद् वापि च बालवद् वा
पिशाचवद् वापि चरत्यवन्याम् ॥
તેમનાં બાહ્ય આચરણો વિધિનિષેધથી પર હોય છે. આથી સંસારમાં પ્રવર્તમાન નીતિ-અનીતિનાં ધારાધોરણો લગાડી, તેઓ વિષે કોઈપણ નિર્ણય બાંધવા જનાર વ્યક્તિ ભ્રમમાં પડી આત્મલાભથી વંચિત રહી, પોતાને નુકસાન પમાડે છે.
~ જીવન પરાગમાંથી
---
સાધનાકાળના શરૂના તબક્કામાં વાંચન
સાધનાકાળના શરૂ શરૂના તબક્કે જે જુદું જુદું વાંચવામાં પડી જાય છે તે ગૂંચવાડામાં પડશે-એ રીતે એનો માર્ગ ખુલ્લો રહેવામાં અડચણો આવશે. એનું મન એને હજારો પ્રરસ્પર વિરોધી દિશાઓમાં તાણી જશે. અનેક તર્કવિતર્ક જાગશે. સૌથી ઉત્તમ તો એ છે કે સાધનામાર્ગનું વાંચવાની તે વેળા જરૂર નથી જે સૂચવાયું હોય તે જ પ્રેમભાવે, સમર્પણભાવે, શરણાગત રહીને ઉત્કટભાવે કર્યા કરીશું ને એમાં જ્યારે સ્થિત થતા જઈશું ને ભગવાનનો ભાવ આપણામાં સ્થિર થવા માંડે, ત્યાર પછી જે કંઈ વાંચવું હોય તે વાંચવું.
~ જીવન પરાગ, પૂજ્ય શ્રીમોટા
---
