જ્યોતિષશાસ્ત્ર: રાશિ

Friday, September 19, 2025

રાશિની સંખ્યા કુલ બાર છે, જે નીચે પ્રમાણે છે.

૧. મેષ
૨. વૃષભ
૩. મિથુન
૪. કર્ક
૫. સિંહ
૬. કન્યા
૭. તુલા
૮. વૃશ્ચિક
૯. ધન
૧૦. મકર
૧૧. કુંભ
૧૨. મીન

અહીં આ રાશિઓનો ક્રમ અગત્યનો છે. મિથુન રાશિનો ક્રમ ૩ છે, તો તુલા રાશિનો ક્રમ ૭ છે અને મીન રાશિનો ક્રમ ૧૨ છે. આ ક્રમ હંમેશા અફર રહેશે અને કુંડલીમાં રાશિઓ આ ક્રમ પ્રમાણે જ ગોઠવવાંમાં આવે છે. થોડો સમય કાઢી આ ક્રમમાં રાશિઓ ને યાદ કરી લેવી.

કુંડળી દોરવાં માટે સૌ પ્રથમ ભગવાન ગણેશનું નામ લઇ એક લંબચોરસ બનાવો.

હવે એમાં બે આડા લીટા તાણો.


હવે એમાં હીરા આકારના ચતુષ્કોણ બનાવો.

 

આ થઈ કુંડલી અથવાતો અંતરિક્ષનું કાગળ પર બાર વિભાગમાં ચિત્રણ. ગણી જુઓ બાર ચોસલા પડતાં હશે, દરેક રાશિ માટે એક. હવે હું આ ખાનાઓ માં ક્રમ ( થી ૧૨) મુકું છું. ધ્યાનથી જોજો આ ક્રમને, કેમકે ક્રમ પણ અહીં અગત્યનો છે અને બદલાવો ના જોઈએ.

 












ફરીથી કહેવાનું કે આ ક્રમ અગત્યનો છે માટે યાદ રાખવો જરૂરી બને છે. આ ક્રમ ઘડિયાળના કાંટા ની વિરુદ્ધ દિશામાં છે.

માની લો, કે કોઈ વ્યક્તિનાં જન્મ સમયની રાશિ મિથુન છે, તો મિથુન રાશિ પ્રથમ ખાનાંમાં આવશે. બીજા ખાનામાં અથવાતો સ્થાને રાશિના ક્રમ અનુસાર કર્ક રાશિ આવશે. જયારે ત્રીજા સ્થાને સિંહ રાશિ એમ અનુક્રમે આવશે.


ચાલો તો આ ક્રમ પ્રમાણે બીજી રાશિઓને પણ સ્થાનમાં ગોઠવીએ.




પણ ગ્રહોનું એવું નથી. ગ્રહો આ પ્રમાણે અનુક્રમે નહિ આવે. એતો જન્મ સમયે જેતે સ્થાન પર હશે એ પ્રમાણે આવશે. તેનાં વિષે આગળ વાતો કરીશું પણ એની પહેલાં ગ્રહો જાણી લઈએ. નીચે આપેલાં ગ્રહો કુંડલીમાં સ્થાન ધરાવે છે.

સૂર્ય
ચંદ્ર
મંગળ
બુધ
ગુરુ
શુક્ર
શનિ
રાહુ
કેતુ

રાહુ અને કેતુ પિંડ ગ્રહો નથી મતલબ કે એનું ભૌતિક અસ્તિત્વ નથી જેમ સૂર્ય, મંગળ કે ગુરુનું છે પણ આ બંને ગ્રહો છાયા ગ્રહો છે અને બંનેનું સ્થાન જ્યોતિષમાં છે.

તો હવે આ લેખને અહીંયા રાખીએ. મળીએ આવતાં લેખમાં.


---