ત્રિગુણાતીત પુરુષ વિશે
Saturday, September 6, 2025
ત્રિગુણાતીત પુરુષની જીવનપદ્ધતિ અનોખી હોય છે. તેના વર્તનનાં ધારાધોરણો, રીતરસમો વગેરે સંસારી જીવોને ન સમજાય તેવાં હોય છે. લોકોત્તર સિદ્ધ પુરુષોનો વ્યવહાર બાળક, મૂઢ, ઉન્મત્ત કે પિશાચ સમાન હોઈ શકે છે.
उन्मत्तवद् वापि च बालवद् वा
पिशाचवद् वापि चरत्यवन्याम् ॥
તેમનાં બાહ્ય આચરણો વિધિનિષેધથી પર હોય છે. આથી સંસારમાં પ્રવર્તમાન નીતિ-અનીતિનાં ધારાધોરણો લગાડી, તેઓ વિષે કોઈપણ નિર્ણય બાંધવા જનાર વ્યક્તિ ભ્રમમાં પડી આત્મલાભથી વંચિત રહી, પોતાને નુકસાન પમાડે છે.
~ જીવન પરાગમાંથી
---