તમારી ઓનલાઇન પ્રવૃત્તિઓને વધુ ગોપનીય બનાવો

Monday, September 15, 2025
તમારી સેવાને વધુ સારી બનાવવાનાં નામ પર ઓનલાઇન ઉદ્યોગો તમારી પ્રવુતિઓને વધુ નજીકથી નજર રાખવાનું કામ કરી રહ્યાં છે. અહીં મુદ્દો એ નથી કે ભલેને જોતાં, મારી પાસે કાંઈ સંતાડવા જેવું નથી પણ કોઈની અંગત બાબતો જાણવી અને સાચવી રાખવું એ છે, ભલે એ બાબત ગોપનીય હોય કે ન હોય. 

વિવિધ સ્તર પર તમે ગોપનીયતા વધારો કરી શકો. જેમાં આપણે આ લેખમાં  ફાયરફોક્સ(=Firefox) વેબ બ્રાવઝર ને વધુ ગોપનીય કેવી રીતે બનાવશો એના પર વધુ લક્ષ્ય રાખીશું. અને જે પ્રમાણે વધુ માહિતી એકઠી થશે એમ આ લેખને વધુ  માહિતીસભર બનાવતાં જશું અથવાતો નવા લેખોને એક શ્રેણી રૂપે મુકીશું. જો તમે ફાયરફોક્સ ના વાપરતા હોય તો ચોક્કસથી એ વાપરવાનું શરુ કરો.
  1. સર્ચ એન્જિનને બદલો. જેમ કે, ડકડકગો(=DuckDuckGo)
  2. HTTPS-Only Mode ને ચાલુ કરો. (Settings > Privacy & Security > HTTPS-Only Mode વિભાગમાં “Enable HTTPS-Only Mode in all windows” વિકલ્પને પસંદ કરો).
  3. દૂરમાપન(=Telemetry)ને અક્ષમ કરો. ફાયરફોક્સ પોતે પણ પોતાની સેવાઓને વધુ સારી બનાવવા કેટલીક માહિતીઓ સાચવે છે અને જરૂર પડ્યે મોકલે પણ છે. એને પણ બંધ કરો. ( Settings > Privacy & Security > Firefox Data Collection and Use વિભાગમાં આપેલા બધા વિકલ્પો ના પસંદ કરો).
  4. નજર રાખવાની ક્ષમતાને વધુ નબળી બનાવો: (Settings > Privacy & Security > Enhanced Tracking Protection વિભાગમાં Strict વિકલ્પને પસંદ કરો). આનાથી તમારા પર નજર રાખતી વેબસાઈટની ક્ષમતા નબળી પડશે. જો તમને એવું લાગે કે આનાથી વેબસાઈટ ચાલતી બંધ થઇ જાય છે તો થોડા સમય માટે આ વિકલ્પ ને બંધ કરી શકો છો (જો એવું થાય તો તમે સમજી શકો છો વેબસાઈટ કઈ હદે તમારાં પર નજર રાખતી હશે કે 'strict' વિકલ્પ પસંદ કરતાં વેબસાઈટ ચાલતી જ બંધ થઇ ગઈ).
આ ઉપરાંત તમે કેટલાંક ઘટકો(=extensions)નો ફાયરફોક્સમાં ઉમેરો કરીને પણ વધુ સુરક્ષિત બનાવી શકો છો.
  1. uBlock Origin
  2. ClearURLs
  3. Privacy Badger
આ ઉપરાંત જો તમે વધુ તકનીક-પ્રેમી(=tech-savvy) હોય તો Firefox Privacy Guide લેખને વાંચી વધુ સુરક્ષિત બનાવી શકો છો.


---