મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ
સવાલ : 'પરલોકમાં ગયેલા આત્માની સ્થિતિ કેવી હોય છે ? તે વિષે આપનો શો મત છે ? '
તે
વિષે સરસાહેબે સ્વાનુભવની ખૂબ સરસ વાત કરી. તેમણે કહ્યું : 'જગતમાંના
જુદાજુદા દેશના લોકોએ અને વિદ્વાનેએ આ વિષય પર વિચાર કર્યો છે. તેમણે પણ
મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ ટકી રહે છે એ મતને ટેકો આપ્યો છે.
પુનર્જન્મની હકીકત કહી છે. તો કેટલાકે તો દિવંગત આત્માની તસવીરે પણુ લીધી
છે. બીજાની વાત જવા દો. મારા પોતાના અનુભવની વાત કરું: 'કેટલાંક વર્ષો
પૂર્વે મારી પત્ની ગુજરી ગઈ. જીવતી હતી ત્યારે મારા ઘરનો બધો કારભાર તે
સંભાળતી. જમીનદારી અને બીજી બધી એસ્ટેટના કાગળપત્રો પણ તેની પાસે રહેતા.
હું કાંઈ જોતો નહિ. મૃત્યુ થયા પહેલાં તે થોડાક દિવસ માંદી પડી, અને બેત્રણ
દિવસમાં જ મરી ગઈ. તે પછી કોર્ટ માટે કેટલાક કાગળોની મને જરૂર પડી. હું તે
કાગળ આખો દિવસ શોધ્યા કરતો. બધાં કબાટ, પેટીઓ શોધી વળ્યો; કાગળ ક્યાંય મળે
નહિ. મને ચિંતા થવા માંડી. રાત્રે સ્વપ્નમાં મારી પત્ની આવી. 'આટલી ચિંતા
શા માટે કરો છો ?' એમ કહીને તેણે કયા કબાટમાં અને કયા ખાનામાં એ કાગળ
મૂક્યા હતા તેનું વર્ણન પણ આપ્યું. હું જાગ્યો એટલે તે માહિતી મેં કાગળ પર
નોંધી લીધી અને તે પ્રમાણે કાગળ શોધ્યા. એ જ જગ્યાએથી બધા કાગળ મળ્યા.
~ સર વ્રજેન્દ્રનાથ સાથે મુલાકાતમાંથી, સિદ્ધયોગીઓના સાન્નિધ્યમાં, ડૉ. ભગવતીપ્રસાદ સિંહ
---