નામજપ
यज्ञानां जपयज्ञोऽस्मि (યજ્ઞોમાં જપયજ્ઞ હું છું)
તમે જ્યારે
વિચારો છો ત્યારે એ વિચારનો વાદળ રૂપે જન્મ થાય છે અને તે ઓછામાં ઓછું ૨૪
કલાક જીવે છે. જો તમે એ વિચાર તમારા મગજમાંથી કાઢી નાખો તો એ વિચારનું વાદળ
હવામાં ઉડતું રહે છે અને કોઈ વ્યકિત એવું કંઇક વિચારતો હોય તો એ વાદળ એની
પાસે જઈને વધુ જીવન મેળવે છે અને આમ એ વિચાર પ્રબળ બને છે.
હવે ધારો
કે તમે કોઈ ભીડવાળા વિસ્તારમાં છો અને એ ખીચોખીચ ભરેલો છે. બધાને ત્યાંથી
નીકળવાની ઉતાવળ છે અને ત્યાં કાંઈકને કાંઈક મગજમારી ચાલ્યા કરે છે. તો પછી
ત્યાં કેટલાં નકારાત્મક વિચારોના વાદળ ઉડતા હશે? એમાં તમે પણ થોડું
નકારાત્મક વિચારીને એ વિચાર વાદળને પ્રબળ બનાવો છો, એને વધુ જીવનદાન આપો
છો.
તો આ સમયે નામજપ મહત્વનું બને છે. એક તો નામજપ નકારાત્મક
વિચારથી તમને દૂર રાખે છે કેમકે નામજપ ચાલુ છે અને બીજું તમે ધીમે ધીમે
ભગવાનની પણ નજીક આવતાં જાવ છો. કોનું નામજપ કરવું એમાં સમસ્યા હોય તો ૐ થી
શરૂઆત કરો અને જો ઇષ્ટદેવ હોય તો એની છબિ જોવીને નામજપ કરો. ક્યારેક આંખો
બંધ કરતાં એ છબિ દેખાશે તો વધુ આનંદ મળશે.
---