સાધક જયારે સાધનામાં આગળ વધે છે ત્યારે એને કામવાસના સતાવે છે. આ કોઈ
વિકાર નથી પણ સાધનામાં વચ્ચે આવતું એક પગથિયું છે જેને પાર કરી શકાય છે.
સાધનાથી
મન, પ્રાણ, અને શરીર ઉપર કાબુ મેળવી શકાય છે. હવે જયારે આ કાબુ મેળવવાની
પ્રક્રિયા ચાલુ હોય ત્યારે સ્વચ્છન્દ મન બળવો પોકારે છે. કેમકે, એને
કાબુમાં રહેવું ગમતું નથી અને વર્ષોથી એ કાબુમાં પણ ન હતું. એ નિત નવા
ગતકડાં કરે છે કાબુમાં ના રહેવાનાં અને કામવાસના એ એનું સૌથી મોટું હથિયાર
છે.
પૂજ્ય શ્રીમોટા જયારે સાધનામાં આગળ વધતા હતા ત્યારે એક તબક્કે
કામવાસના એમને સતાવા લાગી હતી. પણ એમને સમર્થ ગુરુ હતા એટલે વાંધો ના
આવ્યો. ગ્રંથો તપાસતા તમને બીજા પણ ઉદાહરણ મળી રહશે.
ફરીથી,
કામવાસનાથી ગભરાવા જેવું નથી. લગભગ બધાજ સાધકોની સાધનામાં કામવાસના એક વાર
તો અંતરાયરૂપ બને જ છે. સત્સંગ, સત્કર્મ, અને ગુરુકૃપાથી એમાંથી પાર નીકળી
શકાય. સત્સંગમાં ભગવાનનાં ભજન કરો/સાંભળો, ધાર્મિક ગ્રંથો વાંચો, નામજપ
કરો. સત્કર્મમાં ગાયની સેવા, ઝાડને પાણી પાવો/ઊછેરો, જરૂરિયાતમંદની મદદ
કરો, સ્વચ્છતા લાવો, વગેરે. અને ગુરુ ઉપર સંપૂર્ણ ભરોસો/શ્રદ્ધા રાખી
આમાંથી પાર ઉતારી શકાય.
Cogito, ergo sum // I think, therefore I am.
સાધનામાં અડચણરૂપ કામવાસના
July 20, 2025
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment