ખીલો ખોદતા ખાણ જો મળે ઝવેરાતની, તો નિરાંતે તારી ભક્તિ કરું શામળા | ભલું થયું ભાંગી જંજાળ, નવી નક્કોર દેશે શ્રીગોપાળ | જે તુજથી ના થઈ શકે એ જ કરાવ પ્રભુ પાસે, પાણિયારું પ્રભુ ભરશે નહિ ભરશે નદી તળાવ

Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

સમજણના બે છેડા

આ વાત મેં મારા સંસ્કૃતના શિક્ષક પાસેથી સાંભળી હતી, એ હું અહી મૂકું છું.

મારા દાદાના સમયની વાત છે. શુભ પ્રસંગે, અમારા ત્યાં જમણવાર રાખ્યો હતો ગામ આખાનો અને મિષ્ટાનમાં શ્રીખંડ રાખ્યો હતો, એ સમયે પુરા ગામને શ્રીખંડ ખવડાવવો એ બહુ મોટી વાત હતી. છેલ્લે જ્યારે મજૂરોના જમવાનો સમય આવ્યો ત્યારે શ્રીખંડ પતી ગયો. દાદાને કહેવું હતું કે, આખા ગામે શ્રીખંડ ખાધો તો પછી જેને આટલી બધી મહેનત કરી છે, એ મજૂરો કેમ બાકી રહી જાય. એટલે એમણે શહેરથી શ્રીખંડ લેવા માટે માણસો મોકલ્યા અને શ્રીખંડ મગાવ્યો.

મજૂરો જમવા બેઠા અને એ લોકોને શ્રીખંડ આપવામાં આવ્યો. મજૂરો જમતાં-જમતાં બોલ્યા કે, “જોયું મહેમાનોને ગરમાગરમ શ્રીખંડ આપ્યો અને આપણને છેલ્લે ટાઢો શ્રીખંડ મળ્યો”.

ત્યારે દાદા એ અંતે કીધું કે, આ લોકોને શ્રીખંડના સ્વાદની ખબર જ નથી, અને એમને ખાતા ખાતા શ્રીખંડના સ્વાદ વિષે ખબર પડશે તો ઠીક છે, બાકી પછી કોઈ આમને સમજાવી નહીં શકે કે, શ્રીખંડ ઠંડો જ હોય.


સાહિત્યિક કાર્યક્રમો

  • તા. ૦૨-૧૮ ઓક્ટોબર ૨૦૨૬ - ગાંધી પુસ્તક મહોત્સવ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • તા. ૨૧-૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - સંસ્કૃત વાગ્માધુરી 2026, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિસદ, આશ્રમ રોડ, અમદાવાદ.
  • તા. ૨૪–૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ
  • વધુ માહિતી માટે...

વર્ગીકૃત

કડીઓ

સૂચિત લેખો

ચોપડીઓ

જોયેલ