ખીલો ખોદતા ખાણ જો મળે ઝવેરાતની, તો નિરાંતે તારી ભક્તિ કરું શામળા | ભલું થયું ભાંગી જંજાળ, નવી નક્કોર દેશે શ્રીગોપાળ | જે તુજથી ના થઈ શકે એ જ કરાવ પ્રભુ પાસે, પાણિયારું પ્રભુ ભરશે નહિ ભરશે નદી તળાવ

Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

બાઇટ જોડકું(=pair) એન્કોડિંગ અલ્ગોરિધમ

આ લેખમાં આપણે byte pair encoding algorithm (બાઇટ જોડકું એન્કોડિંગ અલ્ગોરિધમ) વિષે જાણીશું.

આ તકનીક/અલ્ગોરિધમનો ઉપયોગ AIમાં થાય છે. ખાસ કરીને, tokenizerમાં. AIને આપવામાં આવતી માહિતી/લખાણ(=text) ને જ્યારે tokenરૂપે સંગ્રહ કરવાનો હોય છે, ત્યારે આ તકનીકના ઉપયોગથી tokensને કાર્યક્ષમ(=efficiently) રીતે સંગ્રહ કરી શકાય છે

આ તકનીકને સરળ ભાષામાં સમજીએ.

લખાણમાં અક્ષરો(codingમાં bytes) ના જોડકાં(=pair) એક કરતાં વધુ વખત પુનરાવર્તન થતાં હોય તો એ જોડકાંને લખાણમાં ન વપરાયેલ સ્થાનધારક(=placeholder) થી બદલવામાં આવે છે. આ માહિતી(સ્થાનધારકને કયા જોડકાંથી બદલાવેલ છે) ને લખાણ સાથે સંગ્રહિત કરવામાં આવે છે. જોડકાં બદલવાની પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે, જ્યાં સુધી જોડકાનું વધુ વખત પુનરાવર્તન જોવા ન મળે.

હવે, આ તકનીકને ઉદાહરણથી સમજીએ.

આપણી પાસે નીચે પ્રમાણે લખાણ(=text) છે.

aaabdaaabac

અહી, aa (pair)નું વધુ વખત પુનરાવર્તન થાય છે. આથી, આ જોડકાંને Z સ્થાનધારકથી બદલી શકાય (Zનો ઉપયોગ કરવાનું કારણ એ આ લખાણમાં નથી). બદલી બાદ લખાણ નીચે પ્રમાણે થશે.

ZabdZabac
Z=aa

હવે, abનું પણ એક કરતાં વધુ વખત પુનરાવર્તન થાય છે, તો આ જોડકાંને Yથી બદલીએ.

ZYdZYac
Y=ab
Z=aa

આગળ, ZYનું એક કરતાં વધુ વખત પુનરાવર્તન થાય છે. તો આ જોડકાંને Xથી બદલીએ.

XdXac
X=ZY
Y=ab
Z=aa

લખાણમાં હવે કોઈ જોડકાનું પુનરાવર્તન થતું નથી. આથી, આ પ્રક્રિયા અહી સમાપ્ત થશે.

તમારે જો અસલ લખાણ પાછું જોતું હોય તો આ પ્રક્રિયાને ઊલટા ક્રમમાં કરવી.

---

chatGPT અને બીજી AI સિસ્ટમમાં લખાણ વિશાળ માત્રામાં હોય છે, આથી એમાં પુનરાવર્તન માટે એક આંકની મર્યાદા(=limit) રાખવામાં આવે છે. જેમ કે, સૌથી વધુ પુનરાવર્તન થતાં ૧,૦૦,૦૦૦ જોડકાંને સ્થાનધારકથી બદલો અને ત્યારબાદ આ પ્રક્રિયાને રોકી દો.

---

કેટલાક સંદર્ભો વધુ વાંચન માટે:


સાહિત્યિક કાર્યક્રમો

  • તા. ૦૨-૧૮ ઓક્ટોબર ૨૦૨૬ - ગાંધી પુસ્તક મહોત્સવ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • તા. ૨૧-૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - સંસ્કૃત વાગ્માધુરી 2026, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિસદ, આશ્રમ રોડ, અમદાવાદ.
  • તા. ૨૪–૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ
  • વધુ માહિતી માટે...

વર્ગીકૃત

કડીઓ

સૂચિત લેખો

ચોપડીઓ

જોયેલ