ખીલો ખોદતા ખાણ જો મળે ઝવેરાતની, તો નિરાંતે તારી ભક્તિ કરું શામળા | ભલું થયું ભાંગી જંજાળ, નવી નક્કોર દેશે શ્રીગોપાળ | જે તુજથી ના થઈ શકે એ જ કરાવ પ્રભુ પાસે, પાણિયારું પ્રભુ ભરશે નહિ ભરશે નદી તળાવ

Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

યુધિષ્ઠિરના લોહીનું રહસ્ય

સોનાના પાત્રમાં પાણી લઈને આવી પહોંચેલી સૈરંધ્રી(દ્રૌપદી)એ કંક(યુધિષ્ઠિર)ની વાત સાંભળી હતી. બૃહન્નલા(અર્જુન)ને રોકવાનું કારણ પણ એ સમજી ગઈ. એને ખબર હતી કે અર્જુનનો એ નિયમ હતો કે ‘યુદ્ધભૂમિ સિવાય મોટાભાઈને જે કોઈ માણસ ઘા કરે યા લોહી કાઢે એને પોતે કદી સહી શકશે નહિ- તત્કાલ એનો જીવ લીધે જ છૂટકો કરશે.' તો અત્યારે તો યુધિષ્ઠિરનું અડધું મોં લોહીથી ખરડાયેલું હતું!

કંકે ખોબામાં લોહી ઝીલી લીધું એનું કારણ પણ દ્રૌપદી જાણતી હતી : વિના કસૂરે યુધિષ્ઠિરનું લોહી કાઢવામાં આવ્યું હોય ને એ લોહી જો પૃથ્વી ઉપર પડે તો કસૂરવાન માણસનું ધનોતપનોત નીકળી જાય એ નિશ્ચિત હતું!

~ પાર્થને કહો ચડાવે બાણ - 4માંથી, પન્નાલાલ પટેલ


સાહિત્યિક કાર્યક્રમો

  • તા. ૦૨-૧૮ ઓક્ટોબર ૨૦૨૬ - ગાંધી પુસ્તક મહોત્સવ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • તા. ૨૧-૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - સંસ્કૃત વાગ્માધુરી 2026, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિસદ, આશ્રમ રોડ, અમદાવાદ.
  • તા. ૨૪–૨૫ ઓક્ટોબર ૨૦૨૬ - અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ
  • વધુ માહિતી માટે...

વર્ગીકૃત

કડીઓ

સૂચિત લેખો

ચોપડીઓ

જોયેલ