લેખકનું કર્તવ્ય
લેખક ઓગસ્ટાઈન બિર્કેસને કહ્યું હતું:
“રસોઈયાઓ, યોદ્ધાઓ અને લેખકોને, તેઓ જે અસર ઊભી કરે છે એનાથી મૂલવવા જોઈએ, સ્વાદિષ્ટ વાનગીઓ, ભવ્ય વિજયો, સુંદર ગ્રંથો, આ જ અમારી માગણીઓ છે. અમને સામગ્રી, કૌશલ કે રીતો સાથે નિસબત નથી. રસોડામાં, સભામાં કે અભ્યાસ-ખંડમાં પ્રવેશવાની અમારી ઇચ્છા નથી. રસોઈયા તેની મરજી મુજબ વાસણ વાપરી શકે છે, યોદ્ધો તેના સૈનિકોને તેની ઈચ્છા મુજબ ગોઠવી શકે છે. લેખક તેની સામગ્રીનો તેની શ્રેષ્ઠતા પ્રમાણે ઉપયોગ કરી શકે છે અથવા વસ્તુગુંફન કરી શકે છે. રસોઈ પિરસાય ત્યારે અમે માત્ર એટલું જ પૂછીએ - તે સરસ છે ને? યુદ્ધ લડાય ત્યારે અમે એટલું જ પૂછીએ - કોણ જીત્યું? અને પુસ્તક પ્રસિદ્ધ થાય ત્યારે અમારો તો એટલો જ પ્રશ્ન તે વંચાય છે?"
“લેખકોને તે યાદ કરાવવાનું ન હોય કે તેમનું પ્રથમ કર્તવ્ય છે રોચક લખવાનું. કેટલીક વિવાદાસ્પદ વ્યક્તિઓ પણ આમ કરવામાં સફળ થઈ છે અને આથી જ, કોઈએ નિરાશ થવાની જરૂર નથી. પ્રત્યેક લેખકે, તે ગંભીર હોય કે વિનોદી, પોતાની કૃતિને શક્ય તેટલી રોચક બનાવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. વાંચવું તે ફરજ નથી અને એટલે જ તેને અરોચક બનાવવાનો અર્થ નથી. કોઈ પણ વ્યક્તિ, બીજી વ્યક્તિની કૃતિ વાંચવા બંધાયેલી નથી.”
~ ડૉ. બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષર દેહ ગ્રંથ-૧૫ માંથી
Comments
Post a Comment