જેફ ડીન અને સંજય ઘેમાવતની ગૂગલમાંથી વિદાય

August 10, 2026

DeepMind(=ડીપ માઇન્ડ) નામથી ગૂગલનો એક વિભાગ છે, જેની અંદર AIનો વિભાગ પણ આવે છે. આ વિભાગના નેતૃત્વમાં કેટલાક ફેરફાર આવ્યા જેના વિષે ગૂગલના CEO સુંદર પિચાઈએ લેખ લખીને માહિતી આપી. આ લિંક પર જઈને એ લેખ વાંચી શકો.

આ લેખના એક ફકરામાં જે વાત કરી છે, એ વિષે અહીં ધ્યાન દોરવું છે અને તે છે, જેફ ડીન અને સંજય ઘેમાવતની ગૂગલમાંથી વિદાય. જેફ અને સંજય ગૂગલમાં આશરે 27-વર્ષથી હતા અને હમણાં એમને ગૂગલમાંથી વિદાયલીધી*. આ એક મોટી વાત છે અને એ એટલી મોટી કે ગૂગલનો શેર 5% પડી ગયો. 

 જેફ અને સંજય ગૂગલમાં "Google Senior Fellows" પદ પર હતાં. લેવલ(=level) 11 તરીકે ઓળખાતા આ પદ પર ફક્ત બેજ વ્યક્તિ હતાં અને તે આ બંને.

લેવલ 1 પર IT સપોર્ટ સ્ટાફ આવે છે. કોલેજમાથી જે એન્જીનીઅર્સ જોડાય એમને લેવલ 2 મળે. જો માસ્ટર ડિગ્રી સાથે એન્જીનીઅર્સ જોડાય તો લેવલ 3 મળે. લેવલ 4 માટે Ph.D. જોઈએ. અને મહેનત કરતાં લેવલ 5 પર પહોંચી શકાય. અને મોટાભાગના એન્જીનીઅર્સ અહીં સુધી જ રહે છે. લેવલ 6 મા તો એવાં 10% જ એન્જીનીઅર્સ આવે છે જેમનાં લીધે કોઈ મોટો પ્રોજેક્ટ સફળ થયો હોય. લેવલ 6 માં રહીને સતત મોટા પ્રોજેક્ટ સફળતાપર્વક આપવાથી લેવલ 7 પર પહોંચી શકાય. લેવલ 8 - Principal Engineers - માં એવા એન્જીનીઅર્સ આવે છે જે ગૂગલની મોટી પ્રોડક્ટ સાથે સંકળાયેલા હોય અને એમનું મહત્વનું યોગદાન હોય. ત્યાર બાદ આવે છે લેવલ - 9 - Distinguished(=પ્રતિષ્ઠિત) Engineers -  જેમનું નામ આદર સાથે લેવાતું હોય ગૂગલમાં. લેવલ 10 એતો સન્માનજનક વાત છે જિંદગી ભરની મહેનતનું. આ લેવલમાં એવા એન્જીનીઅર્સ જે ગૂગલમાં નહિ પણ પુરી દુનિયામાં નિષ્ણાંત હોય જે તે વિષયમાં. અને પછી આવે છે લેવલ 11 - Google Senior Fellows - સૌથી પ્રતિષ્ઠિત ગૂગલનું પદ - જે અત્યાર સુધીમાં ફક્ત બે જ લોકોને મળ્યું છે અને એ છે - જેફ ડીન અને સંજય ઘેમાવતસંદર્ભ, જે હવે ગૂગલ છોડીને જાય છે.

* = જેફ ડીન અને સંજય ઘેમાવતે બીજા મિત્રો સાથે મળીને Discovery Loop નામની કંપની સ્થાપી છે.
# = જેફ ડીન ગૂગલમાં દંતકથા સમાન પાત્ર બની ગયેલ છે એટલે સુધી કે એની આજુબાજુ ઘણી અફવાઓ અને દંતકથાઓ પ્રચલિત છે. કેટલીક એક-લાઈનની હાસ્ય વાતો અહીં વાંચી શકો છો - https://github.com/LRitzdorf/TheJeffDeanFacts

No comments:

Post a Comment