વહેલા બઢતી?

Thursday, August 21, 2025

વ્યક્તિની બઢતી ત્રણ રસ્તાઓથી થાય.

  1. સામાન્ય રીતે(=traditional way): જેમાં વ્યકિત આપેલ કામ કરે છે, નક્કી કરેલો સમય વીતાવે છે, અને આપેલ કામમાં પોતાની પકડ મજબૂત બનાવે છે. પછી આપેલ સમય મર્યાદા પુરી થતા અને કામમાં પણ એની નિષ્ઠા જોતા એની બઢતી થાય છે.
  2. અચાનક તકથી(=sudden opportunity): કોઈ વાર એવું પણ બને કે ઉપરીની બદલી થવાથી, અચાનક રાજીનામુ આપવાથી, કે પછી બીજા કોઈ કારણોસર ઉપરી પોતાની જગ્યાથી જતો રહે ત્યારે એ રિક્ત સ્થાનને ભરવા અચાનક વ્યકતિને બઢતી આપવામાં આવે છે. આવા કિસ્સાઓમાં મોટા ભાગે તો એવું જ બનતું હોય છે કે વ્યકિતનો અનુભવ, વ્યક્તિનું કામ જે સામાન્ય રીત પ્રમાણે નક્કી કરેલ છે બઢતી માટે એટલું નથી થયું તો પણ વ્યક્તિને બઢતી મળી જાય છે.
  3. ચાપલુસી કરીને: આ રીત વિષે હું વધારે નથી કહેતો. કેમ કે, જેને આ રસ્તા વિષે ખબર છે એને કહેવાની જરૂર નથી અને જેને આ રસ્તા વિષે ખબર નથી એને હું સમજાવીશ તો પણ ખબર નહિ પડે.

અહીં મારે એ ચર્ચામાં નથી ઉતારવું કે પહેલાંને બાદ કરતાં બાકીના બે રસ્તાઓથી થતી બઢતીથી ઉદ્યોગો(=companies)ને શો ફાયદો/નુકસાન થશે પણ મારે એ વાત ઉપર ધ્યાન દોરવું છે કે એનાથી નોકરિયાતને -બઢતી જેને મળશે એને શુ નુકસાન થશે.

પહેલાંતો એવી પરિસ્થિતિ બનશે કે, ફળ પાકી ગયું નથી પણ કાર્બન મૂકીને પકવવામાં આવ્યું છે. એથી ફળ રોગનાર (નીકરીયાતનો પરિવાર અને એની નજીકના બધા)ને નુકસાન થશે. અચાનક બઢતીથી બની શકે કે વ્યક્તિ ફોમાંય જાય અને પોતાને બધાથી મુઢ્ઢી ઉંચેરો માનવા લાગે તો બધાને એનો અહંકાર, એનું જોહુકમીપણું સહન કરવું પડે કા પછી એ બધાથી દૂર જતો જાય.

બીજી વાત, બઢતી થવાથી ફક્ત પગાર ના વધતાં જવાબદારી પણ વધે છે. આ જવાબદારી જેટલો અનુભવ ન હોવાથી એક માનસિક તાણ આવે છે, જે લાંબા ગાળે બીમારીઓ લાવે છે.

ત્રીજી વાત, બઢતી જેટલો અનુભવ ન હતો અને બઢતી થઇ ગઈ. આ અનુભવનો તફાવત છેક સુધી માનસિક બોજા રૂપે કનળશે.

ચોથી વાત, જલદી બઢતી થવાથી ઉમર પહેલા જવાબદારી મળી ગઈ. આ જવાબદારી તમારો બાળક/પરિવાર સાથેનો સમય, સુખ શાંતિનો સમય, અને મઝાનો સમય ખાઈ જશે.

આ સિવાય બીજા નુકસાનમાં ટાલ પડવી કે વાળ ખરવા અથવા ધોળા થવા, સ્વભાવ તામસી બનવો, નોકરીની અસુરક્ષા અનુભવી, લોકનિંદાનો ભોગ બનવો, વગેરે છે.

---