શ્રીરામકૃષ્ણ પરમહંસએ કહેલ ઘરનાંઓ પ્રત્યે કર્તવ્ય
સને ૧૮૮૪માં શ્રીરામકૃષ્ણે એ સ્થળની બીજી મુલાકાત લીધી હતી. એ વખતે
ત્યાં મંડળીમાં વિજય, ત્રૈલોક્ય અને એક બ્રાહ્મસમાજી સબ-જજ હતા.
ત્રૈલોક્યનાં ભજનો સાંભળીને શ્રીરામકૃષ્ણને વારંવાર સમાધિ થઈ જતી હતી.
ત્યાં સબ-જજ સાથે નીચે પ્રમાણેનો રસભર્યો વાર્તાલાપ થયો હતો.
સબ-જજ: “અમે ગૃહસ્થીઓ છીએ; ઘરનાંઓ પ્રત્યે અમારું કર્તવ્ય કયાં લગી?”
શ્રીરામકૃષ્ણ:
“તમારે તમારાં બાળકોને ઊછેરવાં, ધર્મપત્નીનું ભરણ-પોષણ કરવું અને તમારી
હયાતી ન હોય ત્યારે પણ તેનો નિભાવ થાય તેવી ગોઠવણ કરવી. જો તમે આટલું ન કરો
તો તમે ક્રૂર કહેવાઓ. જે મનુષ્યમાં દયા ન હોય, તે મનુષ્ય, મનુષ્ય
કહેવડાવવાને જ લાયક નથી.”
સબ-જજ: “સંતાનો પ્રત્યે અમારું કર્તવ્ય કયાં સુધી?”
શ્રીરામકૃષ્ણ:
“તેઓ સગીર મટી જાય ત્યાં સુધી. જ્યારે પક્ષીનું બચ્ચું મોટું થઈ જાય,
ત્યારે માતા તેને ચાંચ મારે, અને તેને માળો છોડવાની ફરજ પાડીને પોતાની મેળે
ચણી ખાતાં શીખવે છે.”
સબ-જજ: “સ્ત્રી પ્રતિ અમારું શું કર્તવ્ય?”
શ્રીરામકૃષ્ણ:
“તમારી હયાતી દરમિયાન તમારે તેને ધર્મોપદેશ આપવો અને તેનું ભરણપોષણ કરવું;
જો તે વફાદાર હોય તો તમારે તમારા મૃત્યુ પછી પણ તેનો નિભાવ થાય એવી
વ્યવસ્થા કરી રાખવી જોઈએ. પણ જ્યારે ઈશ્વરસાક્ષાત્કારની પાછળ કોઈ પાગલ બને,
ત્યારે તમામ ફરજોનો અંત આવી જાય એવું બને. ત્યારે કુટુંબની સંભાળ ઈશ્વર
લે. જ્યારે કોઈ જમીનદાર પોતાના પુત્રને સગીર વયનો મૂકી ગુજરી જાય, ત્યારે
‘કોર્ટ ઑફ વૉર્ડ્ઝ’ એ છોકરાની સંભાળ લે છે. આ બધી તો કાયદાની વાત છે, એટલે
તમે તો તે જાણો જ!”
શૈલોક્ય: “મહાશય ! ગૃહસ્થીજીવન ગાળતાં ગાળતાં શું મનુષ્યને પરમજ્ઞાન પ્રાપ્ત થાય ખરું? તેને શું ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે?”
શ્રીરામકૃષ્ણ
(હસતાં): “કેમ, તમે તો બેઉમાં છો ને શું? તમે સંસારમાંય છો, અને ઈશ્વરને
પણ ભજો છો. ગૃહસ્થી પણ અવશ્ય ઈશ્વર-સાક્ષાત્કાર કરી શકે. ઈશ્વરનું નામ
લેતાં જ્યારે આંખોમાં આંસુ ઊભરાય અને રોમાંચ થઈ જાય, ત્યારે જાણવું કે
કામકાંચનની આસક્તિ નીકળી ગઈ છે, અને ઈશ્વરદર્શન થયાં છે. દીવાસળી સૂકી હોય
તો એક જ વાર ઘસવાથી સળગી ઊઠે, પણ ભીની હોય તો ભલેને પચાસ વાર ઘસો ને, કોઈ
રીતે તે સળગે જ નહિ!”
એક ભક્ત: “મહારાજ! કોઈ માણસે જીવનભર ઈશ્વરનું
સ્મરણ કર્યું હોય પરંતુ મૃત્યુ વેળાએ તેને ઈશ્વરનું વિસ્મરણ થઈ જાય, તો એવા
મનુષ્યને બીજી વાર જન્મ લેવો પડે ખરો?”
શ્રીરામકૃષ્ણ: “જુઓ, માણસો
ઈશ્વરનું સ્મરણ કરે ખરા, પરંતુ તેમનામાં ઈશ્વરમાં શ્રદ્ધાનો અભાવ હોય છે;
પરિણામે તેઓ તેને ભૂલી જાય છે અને સંસારમાં આસક્ત બની જાય છે. નવડાવી લીધા
પછી હાથી ફરીથી પોતાના શરીરને ધૂળથી ખરડી નાખે છે; મનુષ્યના ચિત્ત અને
સંસારનું પણ તેમ જ સમજવું. પરંતુ હાથીને નવડાવ્યા પછી જો તબેલામાં પૂરી દઈએ
તો ફરીથી ધૂળથી ખરડાવાનો પ્રસંગ તેને ન આવે. એવી રીતે મનુષ્ય જો
ઈશ્વરપરાયણ રહે તો તેનું ચિત્ત શુદ્ધ થઈ જાય, અને ફરીથી તેને કામકાંચનથી
દૂષિત થવાનો વારો આવે નહિ.”
~ શ્રીરામકૃષ્ણદેવ પુસ્તકમાંથી
---
Weird Bug
A long time ago (at least five years back), I was working on a legacy project where a few customers reported a strange issue: some input labels on certain pages of our web application would occasionally appear blank.
At that time, we were storing input labels in sessions. For the affected customers, some of these sessions were simply missing, which caused the blank labels (as fallback logic). We tried every possible scenario to reproduce the issue and whatnot, but nothing worked. The issue stayed open for three months, and customers would occasionally ping us for an update. The tricky part was that the issue wasn’t consistent even for customers: most of the time everything worked fine, but sometimes it didn’t, and then they asked for an update on this issue.
I spent at least a few days on this issue, and while searching here and there and everywhere, I came across a report in the Google Chrome (or Chromium) bug tracker. Someone had complained that a missing favicon could cause sessions to crash. At that time, we were not using a favicon in our web application due to white-label support. We couldn’t add one as our company logo because it would conflict with white-labeling support. But then, we used a blank white square favicon. After that, we never heard back this complaint from customers, and after two weeks we closed this issue.
P.S.: Because of recent changes in how search engines display (AI) results, I haven’t been able to find that original bug report.
---
વહેલા બઢતી?
વ્યક્તિની બઢતી ત્રણ રસ્તાઓથી થાય.
- સામાન્ય રીતે(=traditional way): જેમાં વ્યકિત આપેલ કામ કરે છે, નક્કી કરેલો સમય વીતાવે છે, અને આપેલ કામમાં પોતાની પકડ મજબૂત બનાવે છે. પછી આપેલ સમય મર્યાદા પુરી થતા અને કામમાં પણ એની નિષ્ઠા જોતા એની બઢતી થાય છે.
- અચાનક તકથી(=sudden opportunity): કોઈ વાર એવું પણ બને કે ઉપરીની બદલી થવાથી, અચાનક રાજીનામુ આપવાથી, કે પછી બીજા કોઈ કારણોસર ઉપરી પોતાની જગ્યાથી જતો રહે ત્યારે એ રિક્ત સ્થાનને ભરવા અચાનક વ્યકતિને બઢતી આપવામાં આવે છે. આવા કિસ્સાઓમાં મોટા ભાગે તો એવું જ બનતું હોય છે કે વ્યકિતનો અનુભવ, વ્યક્તિનું કામ જે સામાન્ય રીત પ્રમાણે નક્કી કરેલ છે બઢતી માટે એટલું નથી થયું તો પણ વ્યક્તિને બઢતી મળી જાય છે.
- ચાપલુસી કરીને: આ રીત વિષે હું વધારે નથી કહેતો. કેમ કે, જેને આ રસ્તા વિષે ખબર છે એને કહેવાની જરૂર નથી અને જેને આ રસ્તા વિષે ખબર નથી એને હું સમજાવીશ તો પણ ખબર નહિ પડે.
અહીં
મારે એ ચર્ચામાં નથી ઉતારવું કે પહેલાંને બાદ કરતાં બાકીના બે રસ્તાઓથી
થતી બઢતીથી ઉદ્યોગો(=companies)ને શો ફાયદો/નુકસાન થશે પણ મારે એ વાત ઉપર
ધ્યાન દોરવું છે કે એનાથી નોકરિયાતને -બઢતી જેને મળશે એને શુ નુકસાન થશે.
પહેલાંતો
એવી પરિસ્થિતિ બનશે કે, ફળ પાકી ગયું નથી પણ કાર્બન મૂકીને પકવવામાં
આવ્યું છે. એથી ફળ રોગનાર (નીકરીયાતનો પરિવાર અને એની નજીકના બધા)ને નુકસાન
થશે. અચાનક બઢતીથી બની શકે કે વ્યક્તિ ફોમાંય જાય અને પોતાને બધાથી મુઢ્ઢી
ઉંચેરો માનવા લાગે તો બધાને એનો અહંકાર, એનું જોહુકમીપણું સહન કરવું પડે
કા પછી એ બધાથી દૂર જતો જાય.
બીજી વાત, બઢતી થવાથી ફક્ત પગાર ના
વધતાં જવાબદારી પણ વધે છે. આ જવાબદારી જેટલો અનુભવ ન હોવાથી એક માનસિક તાણ
આવે છે, જે લાંબા ગાળે બીમારીઓ લાવે છે.
ત્રીજી વાત, બઢતી જેટલો અનુભવ ન હતો અને બઢતી થઇ ગઈ. આ અનુભવનો તફાવત છેક સુધી માનસિક બોજા રૂપે કનળશે.
ચોથી
વાત, જલદી બઢતી થવાથી ઉમર પહેલા જવાબદારી મળી ગઈ. આ જવાબદારી તમારો
બાળક/પરિવાર સાથેનો સમય, સુખ શાંતિનો સમય, અને મઝાનો સમય ખાઈ જશે.
આ
સિવાય બીજા નુકસાનમાં ટાલ પડવી કે વાળ ખરવા અથવા ધોળા થવા, સ્વભાવ તામસી
બનવો, નોકરીની અસુરક્ષા અનુભવી, લોકનિંદાનો ભોગ બનવો, વગેરે છે.
---
યુધિષ્ઠિરે પણ આમ કીધેલ
શ્રીરામકૃષ્ણના ઉપદેશની સુવાસ જેમ જેમ ફેલાતી ગઈ તેમ તેમ તમામ વર્ગોના
લોકોને એમના પ્રતિ આકર્ષણ થવા લાગ્યું. એક દિવસ પોતાની સંપત્તિ અને
દાનવૃત્તિ માટે પ્રખ્યાત બનેલા કલકત્તાના મોટા જમીનદાર જતીન્દ્ર મોહન
ઠાકુરની સાથે મુલાકાત થઈ. સૌના આગ્રહથી શ્રીરામકૃષ્ણે ઉપદેશના પ્રસંગમાં
ત્યાગભાવના અને વિવેકબુદ્ધિની જરૂર ઉપર ખાસ ભાર મૂક્યો. એમણે કહ્યું: “તમે
ભલે રાતદિવસ ઈશ્વરનું નામ લીધા કરો, પરંતુ જો તમારું મન દુન્યવી વિષયોમાં
આસક્ત હશે તો તેનાથી કશું વળવાનું નથી.” એ સાંભળી જતીન્દ્ર મોહને કહ્યું કે
શું સંસારી લોકોથી એવી રીતે અંત:કરણપૂર્વક ઈશ્વરને ભજવાનું બની શકે ખરું?
યુધિષ્ઠિર જેવા પુણ્યાત્માને પણ અસત્ય બોલવું પડયું હતું.” આથી
શ્રીરામકૃષ્ણ ચિડાઈને બોલ્યા: “અરે! યુધિષ્ઠિરના જીવનમાંથી તમને આટલું આ એક
જ કૃત્ય યાદ રહી ગયું છે,એમની અડગ સત્યનિષ્ઠા, એમનાં અસંખ્ય સત્કૃત્યો,
શાસ્ત્રોના ઉપદેશ તરફની એમની પૂજ્ય બુદ્ધિ, એ સઘળું તમે ભૂલી ગયા, ધૂળ
પડી!”
~ શ્રીરામકૃષ્ણદેવ પુસ્તકમાંથી
---
શ્રીમોટા સાધના પ્રસંગ
અવધૂતજી શ્રીમોટાને આખી રાત વડલાની એક ડાળ ઉપર બેસાડતા અને ત્યાં બેસીને તેઓ ઈશ્વરસ્મરણ કરે એવું તેમણે ગેઠવ્યું હતું. અવધૂતજીએ શ્રીમોટાને કહેલું કે તારે જાગતા રહીને ઈશ્વરનું નામ લેવાનું છે. ઈશ્વરનું નામ લેતાં ઝોકું આવી ન જાય તેનો ખાસ ખ્યાલ રાખજે. શ્રીમોટા તો અવધૂતજીને પ્રણામ કરીને ઈશ્વરસ્મરણ કરવા ડાળ ઉપર જઈને બેસે.
એકવાર એવું બન્યું કે શ્રીમોટાને ઉજાગરાને કારણે ઝોકું આવી ગયું અને એક પળને માટે જેવું સ્મરણ બંધ થયું કે અવધૂતજીએ એક પથરા લઈને જોરથી શ્રીમોટા બેઠા હતા તે તરફ ફેંક્યો અને તે શ્રીમોટાને કપાળમાં વાગ્યો. તરત જ શ્રીમોટા સચેત બન્યા અને પાછું ઈશ્વરસ્મરણ ચાલુ થયું.
અવધૂતજી બોલ્યા કે દેખો બચ્ચા, ઈશ્વરકા નામ લેનેમેં જરા ભી ગફલત કે કસૂર નહિ હોના ચાહિયે. અગર દૂસરી બાર ઐસા હુઆ તો દુસરા પત્થર લગાઉંગા. ઈશ્વરકા નામ સાવધાન હોકે લેનેકા હૈ. યહ કોઈ બચ્ચોંકા ખેલ નહીં હૈ.
અજવાળી રાત હોય. ચાંદની ખીલી હોય. નિરભ્ર આકાશ હોય. તારાઓ નાના દીવડાની જેમ આકાશમાં ઝબકી રહ્યાં હોય અને ચંદ્ર બધાને શોભા આપી રહ્યો હોય. નદીને વહેવાને ખળખળ અવાજ મૃદુ મૃદુ સંભળાતો હોય અને તેને કિનારે કોઈ મડદું બળી રહ્યું હોય. અવધૂતજીને આ રમ્ય સ્થળ ઘણું ગમી ગએલું.
જેમ માણસને એનું વ્યક્તિત્વ છે તેમ જગાને પણ એનું વ્યક્તિત્વ છે. જેમ માણસમાં ચેતન છે એમ જગામાં પણ ચેતન છે. માણસ પાસેથી જેમ આદેશ મળે છે એમ જગા પણ આદેશ આપે છે.
~ અવધૂતની સાથેની પ્રસંગ ત્રિપુટી, ગુજરાતની સંત વિભૂતિ શ્રીમોટા — સોમાભાઈ ભાવસાર
---
રમણ મહર્ષિ અને વાંદરા
રમણ મહર્ષિ પાસે વાંદરા પ્રેમથી આવતા. તેમની સાથે એવો ઘરોબો ધરાવતા કે મહર્ષિ તેમની સાથે વાતચીત કરી સમસ્યાઓ ઉકેલતા ! તેમને વાંદરાના વર્તન વિષે સારું એવું જ્ઞાન હતું. મહર્ષિ કહેતા કે “વાંદરામાં રાજા હોય છે. તેની વચ્ચે યુદ્ધ અને શાંતિ પણ થાય છે. જો કોઈ વાંદરો મનુષ્યોની સંગતમાં રહી પાછો આવે, તો તેને સાધારણ રીતે ટોળામાં પાછો સ્વીકારવામાં આવતો નથી.” મહર્ષિ પાસે આવનારાં વાંદરાને નાત બહાર મુકાતા નહીં. વાંદરાના જુદા જુદા દળોમાં ઝઘડા ઉત્પન્ન થઈ જતાં ત્યારે ન્યાય માટે તેઓ મહર્ષિ પાસે આવતા. તેઓ બંને પક્ષની વાતો ધ્યાનથી સાંભળી પછી અંદરઅંદર પાછો મનમેળ કરાવી દેતાં.
એક વાર એવું બન્યું કે વાંદરાના રાજાએ એક વાંદરાના બચ્ચાને બચકું ભર્યું. બચ્ચું બેભાન થઈ ગયું. રાજાએ માન્યું કે તે મરી ગયું છે. રાજા ભાગી ગયો. બચ્ચું મરી ગયું ન હતું. તે લંગડાતું લંગડાતું વિયુપાક્ષી ગુફાએ પહોંચ્યું. મહર્ષિએ તેને પાટાપિંડી કરી સારું કર્યું. તેના ટોળાના વાંદરા આવી બચ્ચાને સમજાવીને પાછું લઈ ગયા. આ બચ્ચાનું નામ ‘નોડિ’ (લંગડો) રાખવામાં આવેલું. ‘નોડિ’ મહર્ષિ પાસે આવી તેમના ખોળામાં બેસી જતું. મહર્ષિ તેને ખવરાવતા. ‘નોડિ’ એવી રીતે ખાતું કે જમીન ઉપર અન્નનો એક પણ દાણો વેરાતો નહીં. એક વાર તેણે અન્નના દાણા વેર્યા એટલે મહર્ષિએ તેને ટોક્યું. ‘નોડિ’ને ખીજ ચઢી. તેણે મહર્ષિને આંખ ઉપર એક લપડાક લગાવી દીધી. મહર્ષિ શાંત રહ્યા. તેમણે બચ્ચાને પાઠ શીખવવા ખોળામાં બેસાડવાનું બંધ કર્યું, બચ્ચાને પોતાના કાર્યનો પસ્તાવો થતો હોય તેમ તેણે મનામણાં શરૂ કરી દીધાં. મહર્ષિના પગ પાસે આળોટીને માફી માંગતું હોય તેવું વર્તન કરવા લાગ્યું. મહર્ષિએ તેને માફી આપી ફરીથી ખોળામાં બેસાડવાનું શરૂ કર્યું. બચ્ચું ખુશ થઈ ગયું.
~ યોગશક્તિનાં ગૂઢ રહસ્યો પુસ્તકમાંથી
---
પેટ ખાલી રાખો
ઘણીવાર એવું સાંભળવા મળે કે પેટ ભરીને ના ખાવ. સાવ સાચી વાત. આયુર્વેદ પણ એમ કે છે. પણ હવે આગળનું સાંભળો. પેટ ભરીને ના ખાવ પણ થોડું થોડું એ પણ થોડા સમયના અંતરે ખાવ. દર બે કલાકે ખાવ પણ થોડું થોડું. કેવી વાત થઇ આ!
ભલા માણસ! પેટ ને આરામ આપો ને. પેટ છે કાંઈ ગટર નથી કે નાખ નાખ કરો.
સાધના માર્ગમાં આગળ વધતાં લોકો ઉપવાસને મહત્વ આપે છે. એટલે પેટ ખાલી રાખવાની વાત થઇ.
બધાના પેટ ભરેલા હોય છે, ખોરાકથી કે મળથી.
---