“કેવળ રેચક ઓ પૂરક આઉર બઢાઓ એ સિધ્ધિ દે. લાગે આઉર સમાધ-રેચક પૂરક બિના જયસે બંધાકૂપ, પ્રાણવાયુ કો બલ લે આઓ એ મન નિશ્ચલ હોય જાય. આયુર બઢાઓએ રોગ ન રહે પાપ જલાઓએ નિર્મલ કરે. જ્ઞાન હોય તિમિર નાશે.” (કોઈ સંશોધન વિના આ જેમનું તેમ ઉદ્ધૃત કરવામાં આવેલું છે.)
અર્થાત્ પ્રાણાયામમાં રેચક, પૂરક અને કુંભક આ ત્રણ કર્મ છે. યોગીરાજ કહે છે કે રેચક અને પૂરક હજી વધુ વધારો. એમ થતાં પ્રાણ સ્થિર થતાં સમાધિ લાગશે અને સિધ્ધિ પ્રાપ્ત થશે. સ્વતંત્ર કુંભકની આવશ્યકતા નથી. આ રેચક અને પૂરકથી અલગ જે પ્રાણાયામ કે શ્વાસ લેવા કે છોડવા સિવાય જે પ્રાણાયામ છે તે જલહીન કૂવાની જેમ નિષ્ફળ છે. પ્રાણવાયુને બળપૂર્વક ખેંચવા અને ફેંકવાનું કર્મ કરવાથી જ મન નિશ્ચલ થઈ જાય છે. તેને હજી થોડો વધુ વધારો. એવું કરવાથી રોગ નહિ રહે. જન્મ-જન્માંતરના પાપસમૂહોના અગ્નિસાત્ થઈ જતાં મન નિર્મળ થશે. જ્ઞાનની પ્રાપ્તિ થશે અને અજ્ઞાન દૂર થશે.
~ પુરાણ પુરુષ યોગીરાજ શ્રી શ્યામાચરણ લાહિરી
No comments:
Post a Comment